રાજકીય પક્ષોની તાકાતનો જૂનો આધાર સંગઠન અને કાર્યકર્તાઓ રહ્યા છે. હવે તેમની સમાંતરે કન્ટેન્ટ ક્રિએટર્સ અને માઇક્રો ઇન્ફ્લુએન્સર્સની ‘ડિજિટલ ફોજ’ ઊભી થઈ રહી છે. તેમની પાસે ન તો પાર્ટીનું પદ છે, ન તો ઝંડો. પરંતુ, હજારો-લાખો સ્ક્રીન સુધી પહોંચ છે.
યુવા આંદોલનોએ તેની તાકાત બતાવી દીધી છે. આંદોલનની માહિતી, નેરેટિવ અને સરકારને સવાલો હવે માત્ર સભા, પોસ્ટર કે પ્રેસ કોન્ફરન્સના ભરોસે નથી. એક રીલ, મીમ કે શોર્ટ વીડિયો થોડા કલાકોમાં લાખો યુવાનો સુધી પહોંચી શકે છે.
યુપી, પંજાબ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષો 10 થી 50 હજાર ફોલોઅર્સ ધરાવતા સ્થાનિક ઇન્ફ્લુએન્સર્સનું નેટવર્ક બનાવવામાં વ્યસ્ત છે. ડિજિટલ કેમ્પેન સાથે સંકળાયેલા લોકો અનુસાર, નાના અને મધ્યમ ઇન્ફ્લુએન્સર્સ કોઈ પક્ષ સાથે કાયમી ધોરણે જોડાતા નથી. તેઓ અલગ-અલગ સમયે ભાજપ, કોંગ્રેસ, આપ કે અન્ય પક્ષો માટે કામ કરી શકે છે.
રાજકીય રીલ માટે 15 થી 50 હજાર રૂ. અને પોસ્ટ માટે 15 થી 20 હજાર રૂ. સુધી ચૂકવવામાં આવતા હોવાના દાવા છે. સોશિયલ મીડિયા કંપની ચલાવતા શ્યામ તિવારીના મતે, 5 લાખ સુધીના સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા ક્રિએટર્સ 50 હજારથી એક લાખ રૂપિયા સુધી લે છે. 50 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતા મોટા ક્રિએટરની એક કન્ટેન્ટ 30 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
પક્ષો સર્જકની સામાજિક પહોંચ, વિચારધારા અને બોડી લેંગ્વેજ સુધીનું પરીક્ષણ કરે છે. 15 હજાર ફોલોઅર્સ ધરાવતો શિક્ષક, ખેડૂત, કોમેડિયન ક્યાંક રાષ્ટ્રીય સેલિબ્રિટી કરતાં વધુ પ્રભાવી હોઈ શકે છે. ત્વરિત નેરેટિવ માટે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર અને નેતાની છબી બનાવવા માટે પોડકાસ્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકીય ચૂકવણી રોકડમાં થતી હોવાના દાવા છે. ચૂંટણી પંચ સોશિયલ મીડિયા રાજકીય જાહેરાતો અને ચૂંટણી ખર્ચને નિયમનના દાયરામાં રાખે છે. ASCI ગાઈડલાઈન્સ પણ જાહેરાતની સ્પષ્ટ માહિતી આપવાનું કહે છે.
પરંતુ, જો કોઈ શિક્ષક શિક્ષણ નીતિના વખાણ કરે તો દર્શક કેવી રીતે ઓળખશે કે આ પેઇડ પ્રચાર છે. 2027 દરમિયાન યોજાનારી ચૂંટણીમાં મતદારો સામે આ પડકાર રહેશે.
કોંગ્રેસની Gen-Z કનેક્ટ યાત્રા સાથે જોડાયેલા સુધાંશુ વાજપેયી કહે છે, ‘રીલ્સથી કાર્યકર્તા કરતાં વધુ ફેમ મળી શકે છે. પરંતુ, મતદારને બૂથ સુધી લાવવાનું કામ કાર્યકર્તાનું જ છે.’ સોનમ વાંગચુકના લદ્દાખ અભિયાને દર્શાવ્યું કે ડિજિટલ સમર્થન જમીન પર ઉતરી શકે છે.
2024ની ભૂખ હડતાળ પછી ઓછામાં ઓછા 50 શહેરોમાં ‘ફ્રેન્ડ્સ ઓફ લદ્દાખ’ કાર્યક્રમો થયા. પરંતુ એ જરૂરી નથી કે દરેક વાયરલ અભિયાન વોટમાં બદલાય. ‘જાગો કર્ણાટક’ના સંયોજક નૂર શ્રીધર પણ સોશિયલ મીડિયા અને બૂથ-સ્તરીય પ્રબંધનના તાલમેલને નિર્ણાયક માને છે.





Leave a comment