ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા 20થી 28 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવવાની હતુ, પરંતુ JEEની પરીક્ષાના કારણે આ પરીક્ષા હવે 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે. અન્ય ધોરણની પ્રિલીમ પરીક્ષા 20થી 28 જાન્યુઆરી દરમિયાન યથાવત્ રાખવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક કેલેન્ડર 2024-25માં ધોરણ 9થી 12ની પ્રિલીમ પરીક્ષા 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવવાની હતી, પરંતુ આચાર્ય સંઘની રજૂઆત હતી કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 22 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી JEE મેન્સની પરીક્ષા યોજવાની છે. જેમાં 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખ પણ આ સમય દરમિયાન યોજાવવાની છે જેથી આ તારીખમાં ફેરફાર કરવામાં આવે. આ અંગે બોર્ડ દ્વારા વિચાર કરીને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 12 વિજ્ઞાન પ્રવાહની પ્રિલીમ પરીક્ષા હવે 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન લેવામાં આવશે. અન્ય ધોરણની પ્રિલીમ પરીક્ષા બોર્ડના કેલેન્ડર મુજબ 20 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી દરમિયાન યથાવત્ જ યોજાશે.






Leave a comment