વર્ષ 2024ની અંતિમ રાત્રિએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવા વર્ષના આગમન સુધી કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસવડા વિકાસ સુડાના માર્ગદર્શન હેઠળ પશ્વિમ કચ્છમાં અને પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છમાં ખાસ તપાસ ડ્રાંઇવ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જીલ્લા મથક ભુજ શહેરમાં પોલીસે જ્યુબિલિ સર્કલ, એન્કર સર્કલ, એરોપ્લેન સર્કલ સહિતના સર્કલો અને જાહેર સ્થળે વાહનોની ખાસ તપાસ કામગીરી કરી હતી. પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો અને તેમાં સવાર લોકોની કેફી પીણું પીવા અંગેની તપાસ માટે બ્રેથ એનેલાઈઝર મશીન વડે તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વાહનધારા નિયમભંગ હેઠળ વાહન ચાલકો સામે દંડનીય કામગીરી પણ કરવામાં આવી હતી.
કચ્છ-જીલ્લામાં થર્ટી ફસ્ટની રાત્રે કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા અસામાજીક પ્રવૃતિઓ તથા વ્યકિતઓ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્વિમ કચ્છ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી તેમજ એલસીબી, એસઓજી, જીલ્લા તથા શહેર ટ્રાફિક શાખાઓ દ્વારા લોકોની અવર-જવર વધારે રહેતી હોય તેવા જાહેર સ્થળોએ અલગ અલગ ટીમો બનાવી સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જિલ્લાના મુખ્ય શહેરોમાં તેમજ તાલુકાઓમાં પ્રવેશવ સ્થળોએ સધન વાહન ચેકીંગ કરવામાં આવી હતી તેમજ તમામ ખાનગી પાર્ટી પ્લોટો પર તેમજ ફાર્મ હાઉસો અને હોટલ-ધાબાઓ ઉપર પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. શહેર વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ પોઈન્ટો ઉપર બેરીકેટ રાખી વાહન ચેકીંગ કરવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે ફેકી પીણુ પીધેલી વ્યકિતઓને શોધી કાઢવા બ્રેથએનેલાઈઝર થી અસરકારક રીતે ચેકીંગ કરવામાં આવી હતી.
દરમિયાન જીલ્લાના તમામ ટાઉનમાં એન્ટ્રી તથા એકઝીટ પોઇન્ટ પર પી.એસ.આઇ., એ.એસ.આઇ., મહિલા પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સાંજે ૧૭/૦૦ થી મોડી રાત્રી સુધી સતત બ્રેથ એનેલાઇઝરથી વાહન ચેકીંગ કરવામાં આવશે Drink with, Drive ના કેસો શોધી તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને ખાનગી પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ ઉપર ગુપ્ત બાતમી આધારે વોચ રાખી એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ડી-સ્ટાફ ની ટીમો દ્વારા વિશેષ વોચ રાખવામાં આવી હતી. દરમિયાન ભુજ શહેરમાં નવા વર્ષના આગમન સાથેજ વિવિધ સ્થળે આકાશી આતશબાજી સાથે માહોલ રંગબેરંગી પ્રકાશ અને અવાજ સાથે ગુંજી ઉઠ્યો હતો. ઉત્સાહી લોકોએ નવા વર્ષને ફટાકડાના ધૂમધડાકા સાથે આવકાર્યું હતું.






Leave a comment