બ્રિટિશ કંપની રોલ્સ-રોયસે ભારતીય નૌકાદળ સાથે ભાગીદારીમાં ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક યુદ્ધ જહાજના નિર્માણમાં રસ દર્શાવ્યો છે. કંપનીએ જણાવ્યું છે કે તે ભારત માટે ઇલેક્ટ્રિક યુદ્ધ જહાજોના વિકાસ અને લોન્ચમાં સંપૂર્ણ સમર્થન કરશે.
રોલ્સ-રોયસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અભિષેક સિંહે જણાવ્યું હતું કે, અમારી પાસે ભારતીય નૌકાદળ માટે હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક અને ફુલ-ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ્સ છે. આ સિસ્ટમ્સ ઇંધણ બચાવવા અને ઓપરેશનલ રેન્જ વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
અગાઉ 9 ઓક્ટોબરના રોજ, યુનાઇટેડ કિંગડમથી એક કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ (CSG) મુંબઈ પહોંચ્યું હતું, જેમાં યુદ્ધ જહાજ HMS પ્રિન્સ ઓફ વેલ્સનો સમાવેશ થતો હતો. આ જહાજ રોલ્સ-રોયસના MT30 ગેસ ટર્બાઇન એન્જિનનો ઉપયોગ કરે છે.
પનીનું MT30 ગેસ ટર્બાઇન એન્જિન એક શક્તિશાળી અને કોમ્પેક્ટ એન્જિન છે. HMS પ્રિન્સ ઓફ વેલ્સમાં બે MT30 ગેસ ટર્બાઇન અલ્ટરનેટર્સ, ચાર ડીઝલ જનરેટર સાથે મળીને, 109 મેગાવોટ પાવર ઉત્પન્ન કરે છે. આ એક નાના શહેરને વીજળી આપવા માટે પૂરતું છે. CSGમાં HMS રિચમંડ પણ સામેલ છે, જે રોલ્સ-રોયસના સ્પે મરીન ગેસ ટર્બાઇન અને ન્યુક્લિયર પ્રણાલીઓ દ્વારા સંચાલિત સબમરીન છે.
રોલ્સ-રોયસના ડિરેક્ટર એલેક્સ ગિનોએ જણાવ્યું હતું કે, “બ્રિટિશ યુદ્ધ જહાજની ભારત મુલાકાત ભારતીય સંરક્ષણ અધિકારીઓ માટે એક અદ્ભુત તક હતી. તેનાથી તેમને કંપનીની વિશ્વ-અગ્રણી નૌકાદળ ટેકનોલોજીનો નજીકથી અનુભવ કરવાની તક મળી.”
રોલ્સ-રોયસ માને છે કે આ ટેકનોલોજી ભારતીય નૌકાદળની કાર્યકારી પહોંચ અનેક ગણી વધારી શકે છે.
રોલ્સ-રોયસ ભારતમાં લગભગ 90 વર્ષથી કાર્યરત છે અને ભારતમાં તેની સપ્લાય ચેઇન, ઉત્પાદન અને એન્જિનિયરિંગ સુવિધાઓનો સતત વિસ્તાર કરી રહી છે. રોલ્સ-રોયસ એન્જિન ભારતીય વાયુસેના, નૌકાદળ અને સેનાના 1,400થી વધુ પ્લેટફોર્મ પર સ્થાપિત થયેલ છે અને તે ભારતમાં 4,000થી વધુ લોકોને રોજગારી આપે છે.
રોલ્સ-રોયસ એડવાન્સ્ડ ટેક્નોલોજી એરક્રાફ્ટ પ્રોપલ્શન સિસ્ટમ્સમાં વૈશ્વિક બજારમાં અગ્રણી છે, જે ઇલેક્ટ્રિફિકેશન અને હાઇબ્રિડ ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.






Leave a comment