સેન્સેક્સ 639 પોઈન્ટ વધીને 77,304 પર બંધ

આજે શેરબજારમાં તેજી જોવા મળી. સેન્સેક્સ 639 પોઈન્ટ વધીને 77,304 પર બંધ થયો. નિફ્ટીમાં 195 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જે 24,093 પર પહોંચ્યો . ઓટો, આઈટી, મેટલ, મીડિયા અને ફાર્મા શેરોમાં આજે ભારે ખરીદી જોવા મળી હતી.

સન ફાર્માના શેરમાં આજે 6.83%થી વધુની તેજી રહી. કંપનીએ અમેરિકાની ઓર્ગેનોન એન્ડ કંપની ખરીદવા જઈ રહી છે તેની જાહેરાત કરી છે. આ સમગ્ર ડીલ $11.75 બિલિયન (આશરે રૂ. 1 લાખ કરોડથી વધુ)ની વેલ્યૂ પર સંપૂર્ણપણે રોકડ આધારિત હશે.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 106 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. બજારમાં તેલની મજબૂત માંગ અને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ને લઈને ચિંતા વધી છે જેના કારણે આ તેજી આવી છે. હોર્મુઝને તેલના સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.

આ પહેલા, ગયા અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે એટલે કે શુક્રવાર, 24 એપ્રિલે સેન્સેક્સ 1000 પોઈન્ટ (1.29%)ના ઘટાડા સાથે 76,664 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 275 પોઈન્ટ (1.14%) ઘટીને 23,898ના સ્તરે આવી ગયો હતો.

Leave a comment

Trending