દર વર્ષે ૩જી જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ માત્ર એક સાયકલ ચલાવવાનું માધ્યમ જ બનીને રહી ન જાય તેને બદલ લોકોમાં સ્વાસ્થ્ય માટે જાગૃતી ફેલાવવા માટેનો અવસર બને એ માટે ઉજવાય છે, જે સ્વાસ્થ્ય, પર્યાવરણ અને જીવનશૈલી એમ ત્રણેયનું સુપેરે રક્ષણ કરે છે.
અદાણી સંચાલિત GAIMS જી.કે. જનરલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફે.અને ફિઝિશિયન ડો. કશ્યપ બુચે સાયકલને સ્વાસ્થ્ય સાથે જોડતા કહ્યું કે, સાયકલ ચલાવવાના અનેક ફાયદા છે. ફિટનેસ માટે સૌથી આસાન, સરળ અને ટકાઉ ઉપાય છે. રોજ 30 મિનિટ સાયકલ ચલાવવાથી વજન નિયંત્રણમાં રહે છે,હૃદય સ્વસ્થ રહે છે અને માનસિક તણાવ પણ ઘટે છે.
સાયકલ પર્યાવરણ માટે ફાયદાકારક છે. ન ધુમાડો, ન પેટ્રોલ ની જરૂરિયાત.જેટલી સાયકલ વધુ ચાલશે એટલું પ્રદુષણ ઓછું થવાનું. સાયકલ એ સ્વાસ્થ્ય માટે આત્મનિર્ભરતા સાથે જોડાયેલું માધ્યમ છે. આજના યુવાનોને અનુરોધ કરતા તેમણે જણાવ્યું કે, તેઓ ફિટનેસને અત્યારથી જીવનશૈલી બનાવે અને કાર્ય સ્થળે જવા સાયકલનો આગ્રહ રાખે તે આજના સમયનો તકાદો છે.
સાયકલ માત્ર કસરત નથી, સ્વાસ્થ્ય રહેવા માટેનો વિચાર છે. પ્રકૃતિ સાથે જોડાઈ જવાનો એક આનંદ છે.યાદ રહે કે પ્રકૃતિ સાથે જોડાવાથી તણાવ ઘટે છે.
આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે દરેકે કમસે કમ અઠવાડિયામાં પાંચ દિવસ સાયકલ ચલાવવાના શપથ લેવા જોઈએ. અને અન્યોને પણ અને પ્રેરણા આપવાની વાત કરવી જોઈએ. જયારે વ્યક્તિ સાયકલ ચલાવે છે, ત્યારે તે માત્ર ભૌતિક રીતે જ નહીં પણ સ્વાસ્થ્ય પર્યાવરણ અને આત્મવિશ્વાસની દિશામાં આગળ વધે છે.
સાયકલ ચલાવવી એ શરીરની શ્રેષ્ઠ કસરત:
નિયમિત સાયકલ ચલાવાથી હૃદય સ્વસ્થ રહે છે. વજન નિયંત્રણમાં રહે છે. ડાયાબિટીસ થયું હોય તો કંટ્રોલમાં રહે છે અને ન થયું હોય તો થવાની શક્યતા ઘણી ઘટી જાય છે. માંસપેશિઓ મજબૂત બને છે. સાયકલ શરીરની શ્રેષ્ઠ કસરત છે.માનસિક તણાવ ઓછું થાય છે. હાડકા અને ખાસ કરીને ઘૂંટણ સ્વસ્થ રહે છે.






Leave a comment