અદાણી ફાઉન્ડેશનનું કચ્છમાં વિશાળ સ્તરનું વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે, અદાણી ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ સંરક્ષણ, હરિયાળો વિકાસ અને સ્થાયી ભવિષ્ય માટેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતા, મુન્દ્રા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિશાળ સ્તરે વૃક્ષારોપણ અભિયાન સફળતાપૂર્વક અમલમાં મુકાયું છે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ “અદાણી વન” પહેલ કચ્છના ગામોમાં પર્યાવરણ પુનઃસ્થાપન અને જૈવિવૈવિધ્ય વધારવાનું મહત્વપૂર્ણ સાધન બની છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં કુલ 25 અદાણી વન વિસ્તારો વિકસાવવામાં આવ્યા છે, જેમાંથી 20 અદાણી વન સ્થળો સીધા ગામસ્તરે તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સ્થળોએ મળી આશરે 1,56,951 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જે કુલ 76.5 એકર જમીનમાં ફેલાયેલ છે. આ પ્રોજેક્ટો દ્વારા માત્ર હરિયાળો વિસ્તાર જ વધ્યો નથી, પરંતુ સ્થાનિક પર્યાવરણનું સંરક્ષણ, માટીની ગુણવત્તામાં સુધારો અને કુદરતી જીવનચક્રને મજબૂતી પણ મળી છે.

“અદાણી વન” પહેલ ગામમાં કુદરતી જંગલ જેવી પરિસ્થિતિ ઉભી કરવામાં મદદરૂપ બને છે, જેમાં વિવિધ પ્રજાતિના વૃક્ષો અને છોડનો સમાવેશ થાય છે. આ દ્વારા વાઇલ્ડ લાઈફ પશુઓ માટે રહેઠાણ, પક્ષીઓ માટે સુરક્ષિત વસવાટ તથા સ્થાનિક હવામાન તાપમાનમાં નિયંત્રણ થાય છે, જે લાંબા ગાળે સ્થાયી પર્યાવરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આ ઉપરાંત, અદાણી ફાઉન્ડેશને ગામોમાં આવેલ શાળાઓ, હોસ્પિટલો, સમાજવાડી, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ પણ વિશાળ સ્તરે વૃક્ષારોપણ પ્રવૃત્તિઓ હાથ ધરેલી છે. આ વિભાગ હેઠળ અત્યાર સુધીમાં 1,08,766 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેના પરિણામે સમાજમાં હરિયાળો વિસ્તાર વધારવાની સાથે પર્યાવરણ અંગે જાગૃતિ પણ વધારવામાં સફળતા મળી છે.

આ તમામ પહેલોના સંયુક્ત પરિણામ સ્વરૂપે, અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રા વિસ્તારમાં કુલ 2,64,817 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જે કચ્છના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળો વિકાસ માટે નોંધપાત્ર યોગદાન પૂરું પાડે છે.

આગામી વર્ષ 2026-27 માટે, અદાણી ફાઉન્ડેશન વધુ વિસ્તૃત આયોજન તૈયાર કર્યું છે, જેમાં 8 નવા અદાણી વન વિકસાવવામાં આવશે તેમજ 40,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે. આ યોજનાઓ દ્વારા આગામી સમયમાં કચ્છ વિસ્તારમાં હરિયાળો વિસ્તાર નોંધપાત્ર રીતે વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત, તા. 06 જૂનના રોજ વાંકી ગામ, મુન્દ્રા (કચ્છ) ખાતે વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સ્થાનિક ગ્રામજનો, યુવાનો, મહિલાઓ, શાળા-વિદ્યાર્થીઓ તથા અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અંગે સંદેશ આપશે.

અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવતા આ પ્રયત્નો માત્ર વૃક્ષારોપણ સુધી મર્યાદિત નથી, પરંતુ તે સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ ઉભી કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. સામાજિક ભાગીદારી દ્વારા આ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે, જે ભવિષ્ય માટે એક હરિયાળી, સ્વસ્થ અને સ્થાયી પર્યાવરણનું નિર્માણ કરશે.

અદાણી ફાઉન્ડેશન “હરિત ભારત – સુરક્ષિત ભવિષ્ય”ના અભિગમ સાથે પર્યાવરણ સંરક્ષણ માટે સતત કાર્યરત રહી, આવનારી પેઢીઓ માટે એક સ્વચ્છ, સુંદર અને સંતુલિત ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં પ્રતિબદ્ધ છે.

આ પર્યાવરણીય કામ માટે મુંદ્રા તાલુકાનાં નાના કપાયા, બોરાણા, દેશલપર, ઝરપરા,મોટી ભુજપુર, નાની ખાખર,મોટી ખાખર,વિરાણીયા રામાણીયા, બેરાજા,વાંકી, ટુંડા, મોટા કાંડાગરા, અંજાર તાલુકા ના વીરા ગામ અને ભુજના ખાવડા અને તુગા દયાપરના જાડવાગામ અને નખત્રાણા ઉગેડી વગેરે ગ્રામ પંચાયતો અને ગ્રામજનોના  સહકારથી ખૂબ સફળતા મળી છે. આ કાર્યમાં ગ્રામજના સહયોગ થકી આ કામ વધુ સારી રીતે દિપી ઊઠે છે.

Leave a comment

Trending