જી. કે. જન. હોસ્પિ.માં આધ્યાત્મિક ગુરુ બ્રહ્માકુમારી શ્રેયા સિસ્ટરે દર્દી અને ડોક્ટર વચ્ચેના સંબંધો ઉપર આપ્યું માનનીય ઉદબોધ્ધન

દર્દી અને ડોક્ટર વચ્ચે લાગણીનો સેતુ બને તો સાજા થવાની પ્રક્રિયા ઝડપી બને છે.જ્યારે દર્દીને લાગે કે ડોક્ટર તેની પરિવારની જેમ સંભાળ લઈ રહ્યા છે ત્યારે અડધું દર્દ તો ત્યાં જ મટી જાય છે.એમ અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે બ્રહ્માકુમારી સિસ્ટર શ્રેયાએ તબીબો, નર્સિંગ સ્ટાફ,પેરા મેડિકલ સ્ટાફને ઉદબોધ્ધન કરતા જણાવ્યું હતું.

હોસ્પિટલના કોન્ફરન્સ હોલમાં પ્રેરણાત્મક વાર્તાલાપના ભાગરૂપે આયોજિત કાર્યક્રમમાં આધ્યાત્મિક ગુરુ સિસ્ટર શ્રેયાએ ડોક્ટર અને દર્દીની પરસ્પરની પોઝિટિવ એનર્જી સારવારમાં કેવો રંગ લાવે છે તે અંગે  વધુમાં કહ્યું કે, હોસ્પિટલમાં આવનાર દર્દી પોતાની સાથે શ્રદ્ધા, આશા અને શાંતિની ઊર્જા લઈને આવે છે,ત્યારે તબીબો પ્રતિભાવ સ્વરૂપે એવો જ ભાવ વ્યક્ત કરે તો ઉપચારની ઝડપ અસાધારણ રીતે બેવડાઈ જાય છે.

ગેઇમ્સના ડાયરેક્ટર ડો.નરેન્દ્ર હિરાણી,અદાણી મેડિકલ કોલેજના ડીન ડો.અજીતકુમાર ખીલનાનીની ઉપસ્થિતિમાં વક્તાએ કહ્યું કે, ચોક્કસ દવા અને સારવાર જ દર્દીને સાજા કરે છે, પણ તેની સાથે ડોક્ટરનું ઇમોશન જોડાય તો સેવાભાવ પણ દર્દી માટે દવા બની જાય છે.હોસ્પિટલના બાળરોગ વિભાગના હેડ ડૉ.રેખાબેન થડાની સાથે ભુજ બ્રહ્માકુમારી તપસ્યાના હેડ રક્ષાદીદી અને બ્રહ્માકુમારી ભક્તિદીદીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

Leave a comment

Trending